Monday, May 20, 2024
HomeGujaratમોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડતી મોરબી સીટી એ...

મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડતી મોરબી સીટી એ ડિવીઝન પોલીસ

મોરબીમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીના આધારે નીતીનનગર શકત શનાળા ખાતે એક રહેણાંક મકાનમાં રેઈડ કરી વિદેશી દારૂનો જંગી જથ્થો તથા વિદેશી દારૂ માટે હેરાફેરીમાં વપરાતી કાર કબ્જે કરી આરોપીની અટકાયત કર છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે ગઈકાલે બાતમીના આધારે નીતીનનગર શકત શનાળા ખાતે આવેલ ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજાના રહેણાંક મકાને રેઈડ કરી

ભારતીય બનાવટની વિદેશી દારૂની બ્લેક એન્ડ વાઈટ બ્લેન્ડર સ્કોચ વ્હીસ્કીની રૂ.૪૨૦૦/-ની કિંમતની ૦૩ બોટલ, રેર જે & બી બ્લેન્ડર સ્કોચ વ્હીસ્કીની કુલ રૂ,૧૦૮૦૦/-ની કિંમતણાઈ ૦૬ બોટલ, એબસોલ્ટ વોડકાની રૂ.૫૪૦૦/-ની કિંમતની ૦૩ બોટલ, બ્લેન્ડર પ્રાઈડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કીની રૂ.૨૦,૪૦૦/-ની કિંમતની ૨૪ બોટલો, બ્લેન્ડર પ્રાઈડ સીલેક્ટ પ્રીમીયમ વ્હીસ્કીની રૂ.૧૦,૦૦૦/-ની કિંમતની ૪૦ બોટલ તથા રોયલ ચેલેન્જ અમેરીકન પ્રાઈડ ડીલક્ષ ગોલ્ડ વ્હીસ્કીની રૂ,૬૦૦૦/- ની કિંમતની ૨૪ બોટલ મળી કુલ ૧૦૦ બોટલનો રૂ.૫૬,૮૦૦/-નો મુદામાલ કબ્જે કરી રૂ.૨,૦૦,૦૦૦/-ની કિંમતની દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી જીજે-૦૮-સીઆર-૫ નંબરની ક્રેટા કાર સાથે ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજાની અટકાયત કરી છે. તથા દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજા સ્થળ પર મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!