શાક માર્કેટ ચોકમાં કાલે જન્માષ્ટમીએ બપોરે 12 વાગ્યા મટકીફોડના કાર્યક્રમમાં માલધારી સમાજને વેશભૂષા સાથે હાજર રહેવાની હાકલ કરાઈ
મોરબી : મોરબીમાં વડવાળા યુવા સંગઠન દ્વારા શ્રીકૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે. જ્યારે મોરબીના શાક માર્કેટ ચોકમાં કાલે જન્માષ્ટમીએ બપોરે 12 વાગ્યા મટકીફોડના કાર્યક્રમમાં માલધારી સમાજને વેશભૂષા સાથે હાજર રહેવાની હાકલ કરાઈ છે.
મોરબી શહેર કાનાના આગમનને વધવવા કૃષ્ણમય બની ગયું છે. આવતીકાલે જન્માષ્ટમીને લઈને લોકોમાં ભારે ઉમગ ઉલાસ જોવા મળી રહ્યો છે. આવતીકાલે જન્માષ્ટમીએ વિશાળ શોભાયાત્રા અને ઠેરઠેર મટકીફોડ કરીને ભગવાન કૃષ્ણના જન્મોત્સવને ઉમંગભેર વધાવશે. ત્યારે મોરબીના વડવાળા યુવા સંગઠન દ્વારા પણ જન્માષ્ટમીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના શાક માર્કેટ ચોકમાં કાલે જન્માષ્ટમીએ બપોરે 12 વાગ્યે મટકીફોડનો કાર્યક્રમ યોજાશે. જેમાં રાસ મંડળીઓ પણ અવનવા પ્રખ્યાત રાસની રમઝટ બોલાવશે. ખાસ કરીને માલધારી સમાજ પરંપરાગત હુડો ટીટોડો લઈને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના વધામણા કરવાના હોવાથી તમામ માલધારી સમાજને પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને હાજર રહેવાની અપીલ કરવામાં આવી છે અને જાહેર જનતાને પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાની અપીલ કરાઈ છે.