મોરબીમાં રહેતા શ્રમિક પરિવારના એક વર્ષના બાળકને કપડાં ખરીદી કરવા જવાનું કહીને બાળકને અપહરણ કરી ફરાર થયેલા આરોપી પાડોશી દંપતી પોલીસ પકડમાં
મોરબીમાં રહેતા શ્રમિક પરિવારના એક વર્ષના બાળકને કપડાં ખરીદી કરવા જવાનું કહીને બાળકને અપહરણ કરી નાસી ગયા હતા જેમાં બાદમાં અપહરણ કરી દંપતી એમપી ના ઇન્દોર ખાતે આ અપહૃત બાળકને ચિઠ્ઠી સાથે રેઢો મૂકીને નાસી ગયું હતું અને તપાસમાં ગયેલી મોરબી પોલીસની ટીમને મધ્યપ્રદેશ ના ઇન્દોર નજીકથી અપહૃત બાળક મળી આવતા મધ્યપ્રદેશમાં જ રહેલી મોરબી પોલીસની ટીમ બાળકનો કબજો લઈને મોરબી પરત આવીને પોલીસે બાળકનો કબજો તેના માતાપિતાને સોંપ્યો હતો જેમાં મોરબી પોલીસે મોરબીના યોગીનગર ઢાળીયા પાસે હનુમાન મંદીર નજીકના વિસ્તારમાં રહેતા મૂળ બિહારના વતની જીતેન્દરભાઇ સીપાહીભાઇ યાદવ (ઉ.વ. 37) એ પોતાના પુત્ર પિયુષ (ઉ.વ. 1 વર્ષ 3 માસ)નું અપહરણ થયાની ફરિયાદ નોંધાવી હતી જેમાં ગત તા. 7ના રોજ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ તેમની પાડોશની ઓરડીમાં રહેતા સંજુભાઇ કઢાઇભાઇ તથા તેના પત્ની રેખાબેન બન્ને તહેવાર માટે કપડાની ખરીદી કરવા જતા હોવાથી પીયુષને સાથે લઇ ગયા હતા. બાદમાં પરત ફર્યા ન હતા. આથી બાળકના પિતાએ પોલીસને જાણ કરી હતી અને ફરિયાદ નોંધાવી હતી આ બનાવની જાણ થતાં મધ્યપ્રદેશમાં જ તપાસ કરી રહેલી મોરબી પોલીસની ટીમ બાળકનો કબજો લેવા ઇન્દોર પહોંચી ગઈ હતી અને ઇન્દોર ખાતેથી પોલીસે બાળકનો કબજો મેળવીને આજે મોરબી આવી હતી અને બાળકને તેના માતાપિતાને સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર બાબતે મોરબી એસપી એસ આર ઓડેદરા ના જણાવ્યા અનુસાર આરોપી સંજય અને તેની પત્ની રેખા નામની યુવતી સાથે લોકડાઉનના થોડા સમય અગાઉ મધ્યપ્રદેશથી મોરબી આવીને સામાકાંઠે રહેતો હતો. પણ તેને સંતાન ન હતું.જેથી આ બાળકનું અપહરણ કર્યું હોવાનું કબૂલ્યું હતું પોલીસે આરોપી દંપતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે