Monday, November 18, 2024
HomeGujaratટંકારા તાલુકાના હડમતિયામાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમ પુર્વક ઉજવણી

ટંકારા તાલુકાના હડમતિયામાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમ પુર્વક ઉજવણી

ટંકારા તાલુકાના હડમતિયામાં ભગવાન કૃષ્ણના જન્મને વધાવવા ગોપીઓએ તેમજ કૃષ્ણભક્તો તથા ગ્રામજનો દ્વારા શ્રીકૃષ્ણ ભગવાનના રથને શણગારી ગલીએ ગલીએ શોભાયાત્રા કાઢવામા આવી હતી. “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી” ના જયઘોષ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના હડમતિયામાં શોભાયાત્રા કાઢવામા આવી હતી. અને ત્યારબાદ ગોકુળ (હડમતિયા ) ના રામજી મંદિર ચોકમા સવારથી જ કૃષ્ણ ભક્તોની રાસે રમવા ભીડ જામી હતી. ત્યારે ગલીએ ગલીએ રથયાત્રા ફરીને ચોકમા આવતા જ ગગનભેદી નાદ સાથે “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી” ના જયઘોષના નાદ સાથે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. નવા પ્લોટથી જુના ગામમાં સવારે ૮.૩૦ વાગ્યે મટકીફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારબાદ નવા પ્લોટમાં સવારે ૧૧.૩૦ મિનીટે મટકીફોડ કાર્યક્રમ યોજાયો હતો ત્યારબાદ રાત્રે ૧૨.૦૦ કલાકે શંખનાદની સાથે મહાઆરતી કરી શ્રીકૃષ્ણ જન્મના વધામણા કરાશે શ્રીકૃષ્ણના મંદિરમાં ભાવિકોની ભીડ જામશે . “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી-ઘોડા-પાલખીના” ના જયઘોષ સાથે મધરાત્રીએ આભ પણ ગુંજી ઉઠશે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!