મોરબી એસપી સુબોધ રામદેવભાઈ ઓડેદરાનો આજે જન્મદિવસ દિવસ છે મોરબીના નવા એસપી તરીકે નિયુક્ત થયા બાદ તેઓએ ટ્રાફિક ક્રાઈમ પર પોતાની પકડ દાખવી હતી દેખાવ માં નહિ પરંતુ કામને જ તેની પ્રગતિનું પગથિયાં બનાવી તેઓ આગળ વધ્યા છે વર્ષ 2005 માં ડીવાયએસપી તરીકે તેઓ પસંદગી પામ્યા હતા બાદમાં તેઓએ વડોદરા ડીવાયએસપી, રાજકોટ ડીસીપી તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે જેથી તેઓ મોરબી રાજકોટ થી સારી રીતે પરિચિત પણ છે
મેર કુટુંબમાં જન્મેલા સુબોધભાઈના પિતા રામદેવભાઈ ઓડેદરા પણ ડીવાયએસપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે પિતાએ આપેલા સિદ્ધાંતો પર ચાલવાનું તેઓએ નક્કી કરી તેઓ પણ પોલીસ વિભાગના જીપીએસસી ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી અને ડીવાયએસપી બન્યા હતા અત્યંત શાંત અને લાગણીશીલ સ્વભાવ અને વર્તનમાં સહજતા રાખે છે અને મોરબી જીલ્લાના રંગમાં પણ તેઓ એટલા જ ઝડપથી નવા એસપી તરીકે નિમણુંક થવા બાદ ભળી ગયા મિત્રો હોય કે વૃદ્ધ ઓન ધ સ્પોટ રિઝલ્ટ આપવામાં માંનતા એસપી સુબોધ ઓડેદરા પોલીસ પરિવાર માટે પણ લાગણીનો દરિયો છે કોઈને ખબર વિના જ તેઓ પોલીસકર્મીઓના પરિવાર ની જેને મદદની જરૂર હોય તેને પહોંચાડી દે છે જેની પહેલી શરત ગુપ્ત રાખવાની હોય છે ત્યારે આજે બહોળુ મિત્ર વર્તુળ ધરાવતા એસપી એસ.આર.ઓડેદરા ના જન્મદિવસ પર ઠેરઠેર થી આગળના સમયમાં તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શુભકામનાઓ પાઠવી રહ્યા છે