મોરબીમાં ગત તા.૦૭/૦૯/૨૦૨૩ના રોજ જન્માષ્ટમી નિમિતે નંદોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીનો ગનગનભેદી નાદ ગુંજયો હતો. ઠેરઠેર મટકી ફોડ કરીને નંદલાલાના જન્મોત્સવના હર્ષભેર વધામણાં કરાયા હતા. જે દરમિયાન પોલીસ કર્મીનો બોડી વોર્ન કેમેરો ખોવાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે. જે અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ બનેસિંહ ઝાલાગત તા.૦૭/૦૯/૨૦૨૩ ના રોજ મોરબી સીટી એ ડિવિજન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાખાવામાં આવેલ જન્માષ્ટમી મહોત્સવ શોભાયાત્રા અન્વયે સવારે સાતેક વાગ્યાથી જન્માષ્ટમી મહોત્સવ શોભાયાત્રા બંદોસ્તમાં શોભાયાત્રાની ડાબી બાજુ બંદોબસ્તમાં હાજર હોય જે શોભાયાત્રા જડેશ્વર મંદિરથી દરબાર ગઢ સુધી હોય જે મોરબી જુના બસ સ્ટેન્ડ પેટ્રોલપંપ પાસે આવેલ જયા મટકી ફોડનો કાર્યક્રમ હોય લોકોની ભીડ હોવાથી જાહેર રોડ પર બોડીવોર્ન કેમેરો AXON કંપનીનો બોડીવોર્ન કેમેરો ગુમ થઇ જતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.