ખેતીવાડી કામ કરતા ખેડૂતો અને મજૂરો પાક સારો લેવા માટે પાકમાં દવાનો છંટકાવ કરે છે. શું તમે પણ આ દવાનું છટકાવ કરો છો ? તો તમે સાવધાન રહીને ધ્યાન રાખીને દવા છંટકાવ કરજો કારણ કે ટંકારામાં ખેડૂત કપાસમાં દવા છાંટી રહ્યા હતા. જેની ઝેરી અસર થતાં ઊલટી થતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ટંકારાનાં રાજુભાઇ પટેલની વાડીએ ધુનડા(ખા) ગામે રહેતા મૂળ એમ.પી.નાં દીપકભાઇ રૂગનાથભાઇ મુરીયા ગત તા.૦૫/૦૯/૨૦૨૩ ના રોજ કપાસમા દવા છાટતા હતા. ત્યારે ઝેરી અસર થતા ઉલટીઓ થતા તેને પ્રથમ સારવાર અર્થે ટંકારા પ્રાઇવેટ હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ વધુ સારવાર માટે તેને મોરબી સિવિલ હોસ્પિટલમા લઇ જતા સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પરના યુવકે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.