જો કોઈ પક્ષકારો આધાર કાર્ડ જોડવા માંગે છે તો આધાર કાર્ડ નંબર ના માત્ર છેલ્લા ચાર આંકડા લખવાના રહેશે
ગાંધીનગર સ્ટેમ્પ અને નોંધણી ભવનની અખબારી યાદી પરિપત્ર નં.૧૫૧૯/૨૦૨૩/૩૩૩૯૩ પ્રમાણે રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર ઓફિસ ને જાણ કરી ને દસ્તાવેજ ની નોંધણી માટે અત્યાર સુધી જયારે દસ્તાવેજ સબ રજીસ્ટર કચેરીમા રજુ કરવામાં આવે ત્યારે દસ્તાવેજો ની સાથે દસ્તાવેજો ની સાથે આધાર કાર્ડની નકલ રજુ કરવામાં આવતી હતી અને તેને પુરાવાના દસ્તાવેજ ના ભાગ રૂપે જોવામાં આવતું હતું.
જેમાં હવે રાજ્ય ના તમામ સબ રજિસ્ટ્રારને દસ્તાવેજની નોંધણી વખતે લખી આપનાર, લખાવી લેનાર, ઓળખ આપનાર ની ઓળખ માટે આધાર કાર્ડ કે તેનો નંબર નો ઉલ્લેખ કરવાનો રહેતો નથી અહીંયા સરકાર ને આ પગલું લેવાની ફરજ એટલા માટે પડી છે કે દસ્તાવેજ ની નોંધણી રજીસ્ટર નંબર ૧ મા કરવામાં આવે છે અને રજીસ્ટર નંબર ૧ જાહેર રેકોર્ડ હોવાથી કોઈપણ અરજદાર નકલ મેળવી શકે છે. જેથી આધાર નંબર અને આંગળાની છાપ જે એક ગુપ્ત દસ્તાવેજ કહી શકાય તેનો દુરુપયોગ થવાની સંભાવના રહેતી હોવાથી હવે પછી લખી આપનાર લખાવી લેનાર ઓળખ આપનાર ના આધાર કાર્ડ કે આધાર નંબર લખવાની જરૂર રહેતી નથી.તેના બદલે સરકાર માન્ય ઓળખ કાર્ડ જેવા કે ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ, તેમજ અન્ય ઓળખકાર્ડ અને દસ લાખ થી ઉપરની રકમના દસ્તાવેજમા પાનકાર્ડ ને પુરાવા રૂપે અને અરજદારોના ફોટાઓ લઇને દસ્તાવેજની નોંધણી કરાવી શકાશે. જેનો અમલ ગઇકાલ તારીખ ૧૧/૦૯/૨૦૨૩ થી તાત્કાલિક અસર થી લાગુ કરી દેવામાં આવ્યો છે.તેમજ જો કોઈ પક્ષકાર આધાર કાર્ડ જોડવા માંગે છે તો આધાર કાર્ડના માત્ર છેલ્લા ચાર આંકડા લખવાના રહેશે.