નેકનામ માધ્યમિક શાળાના આચાર્ય આર.પી. મેરજા ગત તા. 31 ઓગસ્ટના રોજ વય નિવૃતિના કારણે તેઓની સેવામાંથી નિવૃત થતાં તેઓની સેવાઓને બિરદાવાઇ હતી. વય નિવૃત્તિને કારણે 31 ઓગસ્ટના રોજ નિવૃત્ત થતા સંચાલક મંડળ, ગ્રામ પંચાયત, શાળા પરિવાર અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા આચાર્યની સેવાઓ બિરદાવાઇ અને સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદાય પ્રસંગે શાળાની શૈક્ષણિક જરૂરિયાત માટે રૂ.૨૫૦૦૦/ રોકડા શાળાને અર્પણ કર્યા હતા.
આ સમારોહમાં ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પ્રવીણભાઈ અંબારિયા, ગામના સરપંચ કનકસિંહ ઝાલા, ગ્રામ પંચાયતના સદસ્યો ગ્રામ પંચાયતના માજી સરપંચ સહિતનાઓએ ઉપસ્થિત રહી આચાર્ય આર.પી. મેરજાની સમગ્ર કારકિર્દીમાં આપેલ સેવાઓને બિરદાવી હતી. તેમજ ધારાસભ્યના વરદહસ્તે નિવૃતિ લેનાર આચાર્ય આર.પી.મેરજાનું શાલ અને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું, વિવિધ આગેવાનો અને વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયાએ પોતાના વક્તવ્યમાં વિદાય લેતા આચાર્યના કામની નોંધ લઇ અન્ય શિક્ષક આચાર્યને પ્રેરણા સંદેશ પાઠવ્યો હતો. ગામના સરપંચ કનકસિંહ ઝાલાએ કાર્ય પદ્ધતિ કાર્યકુશળતાની નોંધ લઈ શાળાને એક વહીવટ કુશળ આચાર્યની ખોટ પડશે તેમજ તેમને શાળાના વિકાસ માટે કરેલા ભગીરથ કાર્યોની પ્રશંસા કરી અભિનંદન પાઠવેલ હતા.