મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી. જેમાં સામાન્ય સભામાં ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ,કારોબારી સમિતિના ચેરમેન અને શાસક પક્ષના નેતાની બહુમતીથી જીત થઇ હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી સહિત રાજ્યની વિવિધ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદેદારોની મુદત પૂર્ણ થઈ છે. જેને અનુલક્ષીને અગાઉ સેન્સ પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. જે બાદ મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ,કારોબારી સમિતિના ચેરમેન અને શાસક પક્ષના નેતાની બહુમતીથી જીત થઇ હતી અને પ્રમુખ તરીકે હંસાબેન પારઘી, ઉપપ્રમુખ તરીકે હીરા ભાઈ ટમારિયા અને કારોબારી સમિતિ ચેરમેન પ્રવીણભાઈ સોનગ્રા,શાસક પક્ષના નેતા સરોજબેન ડાંગરોચાની જીત થઇ હતી.
આ તકે તમામ હોદેદારોએ સાથે મળી ને અગાઉના અધૂરા કામો હોય તે પૂરા કરવા તેમજ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર માં ખાસ ધ્યાન આપી ને કામ કરવા કટિબદ્ધ થયા હતા.