રાજકોટ રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ દ્વારા તેમજ મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીએ ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ રાખેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસઓજી ટીમે માળીયા (મી)માં પીપળીયા ચાર રસ્તાથી આગળ નિરૂબેનનગર ગામના ગેઇટ પાસે રોડ ઉપરથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી એસઓજીની ટીમ માળીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન તેઓને બાતમી મળેલ કે, એક ઇસમ જેને શરીરે કાળા કલરનું ટી-શર્ટ તથા રાખોડી કલરનું જીન્સનુ પેન્ટ પહેરેલ છે અને હાલે આ ઇસમ નિરૂબેનનગર ગામના ગેટ પાસે રોડની બાજુમાં ઉભો છે અને તેની પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો છે. તેવી બાતમી હકીકતનાં આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મળેલ હકીકત મુજબના વર્ણન વાળો ઇસમ સમીર હનીફભાઇ મોવર (રહે.અંજીયાસર તા.માળીયા (મી) જી.મોરબી) દેશી હાથ બનાવટનાં રૂ.૫,૦૦૦/-ની કિંમતના ૦૧ તમંચા સાથે મળી આવતા તેના વિરૂધ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.