Tuesday, November 19, 2024
HomeGujaratમોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં આવતીકાલે ચૂંટણી જંગ

મોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયતમાં આવતીકાલે ચૂંટણી જંગ

આજે મોરબી જિલ્લા પંચાયત ની ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની સ્પષ્ટ બહુમતિ થી જીત થઈ હતી.અને હવે આવતીકાલે મોરબી જિલ્લાની પાંચ તાલુકા પંચાયતો ના ચૂંટણી યોજવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકા પંચાયતના બીજી ટર્મના પ્રમુખ,ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જેમાં ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે છાંયાબેન અરવિંદભાઈ માડવીયાની પસંદગી કરવામાં આવી હતી. તો ઉપપ્રમુખ તરીકે રંચાર્મીબેન ભાવેશભાઈ સેજપાલની પસંદગી કરાઇ હતી. તેમજ ટંકારા તાલુકા પંચાયતના કારોબારી સમિતિ માટે અલ્પેશભાઈ ચુનીલાલભાઈ દલસાણીયાની પસંદગી કરાઇ હતી. હવે સામાન્ય સભામાં તમામ નવા હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા બાદ વરણી કરવામાં આવશે.

મોરબી તાલુકા પંચાયતની 26 સીટમાંથી 19 સીટ પાર ભાજપનો કબ્જો છે. જેથી તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના હોદેદારોની અઢી વર્ષની ટર્મ પુરી થતા આજે બીજી ટર્મ માટે નવા હોદેદારો નીમવામાં આવ્યા હતા. જેમાં મોરબી તાલુકા પંચાયત પ્રમુખ તરીકે અશોકભાઈ વાલજીભાઈ દેસાઈ, ઉપપ્રમુખ તરીકે કિરણબેન જયેશભાઇ રાઠોડ અને કારોબારી તરીકે અશ્વિનભાઈ ગોરધનભાઇ પાટડીયાની પસંદગી કરવામાં આવી હતી.

તેમજ માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સુશીલાબેન અશોકભાઈ બાવરવા, ઉપપ્રમુખ પદે સીતાબેન ચંદુભાઈ લાવડીયા અને કારોબારી તરીકે જીગ્નેશભાઈ રાયધનભાઈ ડાંગર ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવશે. જેની આવતીકાલે માળીયા તાલુકા પંચાયતના નવા હોદેદારોની ચૂંટણી થશે.

જયારે હળવદ તાલુકા પંચાયતની બીજી ટર્મના પ્રમુખ તરીકે પ્રવીણભાઈ માવજીભાઈ સરસાવડીયા, ઉપપ્રમુખ રમેશભાઈ કાંતિભાઈ ઝીઝુવાડિયા, કારોબારી તરીકે હર્ષાબેન મહેશભાઈ કોપણીયાના નામ જાહેર કરાયા છે. જેઓની આવતીકાલે હળવદ તાલુકા પંચાયતમાં ચૂંટણી યોજાશે.

ત્યારે વાંકાનેરમાં કોંગ્રેસ તરફથી કુસ્મ બેન ઉસ્માન ગની પરસરા અને ઉપપ્રમુખ માટે રહીમભાઈ જલાલ ભાઈ ખોરજીયાએ ઉમેદવારી નોંધાવી છે અને ભાજપમાંથી પ્રમુખ પદ માટે કૈલાસબા હરિસિંહ ઝાલા અને ઉપપ્રમુખ માટે દેવુબેન હનુભાઈ વિંજવાડીયા એ ઉમેદવારી નોંધાવી છે.જેની આવતીકાલે ચૂંટણી યોજાશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!