મોરબી જિલ્લાના સરપંચો ઉપર અવારનવાર સરપંચોની કામગીરી અને પ્રતિષ્ઠાને હાનિ પહોચાડે તેવા રાગ દ્વેષથી અનેક ટીમો વાંધા અરજી કરી સરપંચોની પ્રતિષ્ઠાને હાની પહોંચાડે છે. તો આવા લોકો સામે તપાસ કરવામાં આવે જો અરજદાર ખોટા હોય તો તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ઘરવામાં આવે ઉપરાંત કોઈપણ સરપંચ અધિકારીઓ કે રાજકીય નેતાનો ભોગ ન બને તે બાબતે સરપંચ પરિષદ ગુજરાત દ્વારા મોરબી જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું.
સરપંચ પરિષદ ગુજરાત દ્વારા મોરબી જિલ્લા વિકાસ અધિકારીને પાઠવવામાં આવેલ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જિલ્લાના સરપંચો ઉપર અવારનવાર સરપંચોની કામગીરી અને પ્રતિષ્ઠાને હાનિ પહોચાડે તેવા રાગ દ્વેષથી ખોટી અરજી કરનાર વિરૂધ્ધ તપાસ કરી અરજદાર ખોટા હોય તો કાયદેસરના પગલા લેવા જોઈએ. ઉપરાંત જે ગ્રામપંચાયતમાં તલાટીઓ નથી તેમની તાત્કાલીક નિમણુંક કરવા માટે પણ અરજ કરવામાં આવી છે. ઉપરાંત S.O.R (એસ.ઓ.આર)ના જુના ભાવ વર્ષ ૨૦૧૫-૧૬ મુજબના હતા જેને ‘બદલાવીને નવા ભાવ વર્ષ ૨૦૨૧-રર મુજબ અમલવારીમાં આવેલ છે. પરંતુ તે ભાવ ફકત પેવરબ્લોકના કામમાં જ સુધારો આવેલ છે. સી.સી.રોડ ના કામમાં ભાવમાં સુધારો મળેલ નથી જેથી કોઈ કોન્ટ્રાકટર સી.સી. રોડનું કામ કરવા તૈયાર નથી જેના લીધે ગામના વિકાસમાં અડચણ આવે છે. જેથી સી.સી. રોડના કામમાં પણ નવો ભાવ વધારો જલદીથી જલદી અમલીકરણ થાય તેવી માંગ કરવામાં આવી છે. તેમજ આવનારા સમયમાં સરકાર સાથે મળી વિકાસના કાર્યોને કઈ રીતે વેગ આપી શકાય તેવા સર્વે સંકલનોમાં સરપંચ પરિષદ ગુજરાત આપને સહકાર આપવા પણ બાહેંધરી આપે છે. ઉપરાંત સરપંચોની સુરક્ષા વધે અને સરપંચો સાથે મળીને જિલ્લાનો વિકાસ કરી શકે તે માટે આવેદન પત્ર આપીને વિનંતી કરવામાં આવી છે.