યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા બે દિવસીય લોકમેળાનું કરાયું છે ભવ્ય આયોજન
મોરબી નજીક આવેલ પૌરાણિક રફાળેશ્વર મહાદેવ મંદિર નુ અનેરું મહત્વ છે.પિતૃ તર્પણ કરવા માટે પણ પ્રસિદ્ધ તીર્થ હોવાથી સમગ્ર ગુજરાત માંથી લોકો અહી આવે છે.ત્યારે દર વર્ષે શ્રાવણ માસ ની અમાસના દિવસે અહી લોક મેળાનું ભવ્ય આયોજન થાય છે જેનો આજે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રફાળેશ્વર મહાદેવ ના પૂજન અર્ચન કરી મેળાનો શુભારંભ કરાવ્યો હતો.
રફાળેશ્વર મહાદેવ મંદિર માં શિવભક્તો માં તો અનેરું મહત્વ ધરાવે જ છે તેમજ શ્રાદ્ધ કરવા માટેના ઉતમ તીર્થ માં પણ રફાળેશ્વર મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે.ત્યારે આજે શ્રાવણ માસ ની અમાસ ના દિવસે અહી લાખો લોકો પિતૃ તર્પણ કરવા આવતા હોય છે અને આ જ સમયે અહીં ભવ્ય લોક મેળાનું આયોજન થાય છે. મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા આ લોકમેળા સહિયારું આયોજન કરવામાં આવ્યું છે.અને આજે આ મેળા ને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.તેમજ મેળાને ખુલ્લો મૂકતા પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રફાળેશ્વર મહાદેવ ની પૂજા અર્ચન કર્યા હતા અને દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા.