રાજકોટ રેન્જ આઇ.જી. અશોક કુમાર તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા તથા મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા અંગે સુચના આપતા જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાન્ચ / પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશનમાં ટ્રકના ટાયરો તથા ટાયરોની રીમ મળી કુલ કી.રૂ. ૫,૯૯,૫૦૦/- નો મુદામાલ મેળવી વિશ્ર્વાસઘાત કરનાર આરોપીને પકડી પડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, એલ.સી.બી. મોરબી તથા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓ તેમજ બહારના જિલ્લાના આરોપીઓને પકડી પાડવા સારૂ પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડને ખાનગી રાહે હકિકત મળેલ કે, ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશનના છેતરપિંડીનાં ગુનાના આરોપી ધીરજ રામસાગર તિવારી (રહે. ઉસ્માનપુરા ગામ, કસરાવન જી.અમેઠી (ઉતર પ્રદેશ)) તથા સહ આરોપી આશીષકુમાર પાંડે એમ બન્નેએ મળી ફરીયાદીની માલીકીના ટ્રકના ૨૨ ટાયરો તથા ટાયરની ૯ રીમ મળી કુલ રૂ.૫,૯૯,૫૦૦/- નો મુદામાલ લઇ જઇ ફરીયાદી સાથે વિશ્વાસઘાત કરી ગુનો કરેલ હોય જે ગુનાનો આરોપી ધીરજ રામસાગર તિવારી ટ્રક નંબર MH-40-CM-4779 લઇ નવલખી પોર્ટ ખાતે મશીનરી ખાલી કરી મોરબી તરફ ગાડી ભરવા આવતો હોય જે આરોપી હાલે મોરબી-પીપળીયા રોડ, ખાખરાળા ગામ પાસે આવેલ ભારત પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાં ગાડી સાથે ઉભો હોવાથી હકિકત મળતા જે હકીકત આધારે સ્ટાફ સાથે હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા આરોપી ધીરજ રામસાગર તિવારી મળી આવેલ હોય જે આરોપીને હસ્તગત કરી ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ સ્ટેશન તરફ આગળની ઘટીત કાર્યવાહી કરવા જાણ કરી આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.