આરોગ્ય સેવાઓ જન જન સુધી પહોંચે તે હેતુથી 13 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ‘આયુષ્માન ભવ’ અભિયાનનો રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનો શુભારંભ કરાવામાં આવ્યો છે.આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાનો આયુષ્માન ભવ: શુભારંભ કાર્યક્રમ GMERS મેડીકલ કોલેજ મોરબી ખાતે કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર એન.કે.મુછાર, મેડીકલ કોલેજ GMERS મોરબીના ડીન, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી, મોરબી સિવિલ હોસ્પિટલ અધિક્ષક, અધિક જીલ્લા આરોગ્ય અધિકારી, જીલ્લા ક્ષય અધિકારી, જીલ્લા RCH અધિકારી, એપેડેમીક મેડીકલ ઓફિસર તથા આરોગ્યના તમામ કર્મચારી, નિક્ષય મિત્રો ઉપસ્થિત રહ્યા હતા… જેમણે નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણ કીટ આપી હતી. આ સેવાકીય પ્રવૃતિઓ માટે કુલ 12 નિક્ષય મિત્રોને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ‘આયુષ્યમાન ભવ: અભિયાન’ ની યોજના બનાવી છે. જે અંતર્ગત મુખ્ય ત્રણ ઘટકોનો સમાવેશ કર્યો છે. જેમાં ‘આયુષ્માન ભવ: આપકે દ્વારા 3.0’ માં 17 સપ્ટેમ્બરથી દરેક લાભાર્થીને આયુષ્યમાન કાર્ડનું વિતરણ ઝુંબેશના રૂપમાં શરૂ કરવામાં આવશે. ‘આયુષ્માન ભવ: મેળા’માં 17 સપ્ટેમ્બર થી દરેક હેલ્થ એન્ડ વેલેનેસ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સાપ્તાહિક આરોગ્ય મેળો કરવામાં આવશે. તેમજ સામુહિક આરોગ્યકેન્દ્ર ખાતે સ્ત્રી રોગ, બાળ રોગ સર્જરી ENT, આંખ અને માનસિક રોગના નિષ્ણાંત ડોકટરો દ્વારા, મેડીકલ કોલેજ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે. ‘આયુષ્માન ભવ: સભા’માં 2 ઓક્ટોબર 2023 ના રોજ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામસભામાં ગ્રામ્ય આરોગ્યસમિતીની મીટીંગ દ્વારા PMJAY કાર્ડ અને વિતરણ આભા કાર્ડની ઉપયોગીતા તેમજ બિનચેપીરોગ, પ્રજજન અને બાળ આરોગ્ય ને લગતા પ્રશ્ન રસીકરણ, પોષણ, એનીમિયા વગેરે અંગે સમુદાયમાં જાગૃતિ ફેલાય તે પ્રકારની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત તા.17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર દરમ્યાન દરેક વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન, ઓર્ગેન ડોનેશન પ્લેજ ડ્રાઈવ, રકતદાન શિબિર વગેરે જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવશે. તેમ મોરબી જીલ્લા પંચાયતના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું.