મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગેવાનો સાથે વિચાર- વિમર્શ એવમ પરામર્શ કરીને મોરબી જીલ્લા અનુસુચિત જાતી મોરચાનાં આગેવાનોની નિમણુંક કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર ઝૉન પ્રભારી વિનોદભાઇ ચાવડા, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી ડો. હિતેષભાઇ ચૌધરી તેમજ મોરબી જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રણછોડભાઈ દલવાડી સાથે વિચાર- વિમર્શ પરામર્શ કરીને મોરબી જીલ્લા અનુસુચિત જાતી મોરચામાં પ્રમુખ તરીકે બાબુભાઇ નાનજીભાઈ પરમારની નિમણુંક કરી છે. તથા ઉપપ્રમુખ તરીકે લવજીભાઇ મુળજીભાઈ પરમાર, કિશોરભાઇ નથુભાઈ દુલેરા, દિપકભાઈ મૂળજીભાઈ ચૌહાણ તથા અરવિંદભાઇ વશરામભાઈ રાઠોડની પસંદગી કરી છે. તેમજ મહામંત્રી તરીકે બળવંતભાઈ મોહનભાઇ સનારિયા તથા નરેન્દ્રભાઈ પ્રેમજીભાઇ સોલંકી અને મંત્રી તરીકે જગદીશભાઇ માવજીભાઇ સાગથીયા, જીતેન્દ્રભાઈ જગદીશભાઇ રાઠોડ, ચિરાગભાઈ મણીભાઈ સોલંકી, જગદીશભાઇ મોહનભાઇ ચાવડા તથા નીતાબેન ત્રિકમજીભાઈ પરમારની પસંગાદિ કરવામાં આવી છે. જયારે કોષાધ્યક્ષ તરીકે વનિતાબેન દિપકભાઈ પરમાર તેમજ કાર્યાલય મંત્રી તરીકે લાલજીભાઈ મૂળજીભાઈ સોલંકીની નિમણુંક કરવામાં આવી છે.