ટંકારા રાજકોટ હાઈવે પર ભ્રષ્ટાચાર ના ખાડામાં ટ્રક ફસાઈ જતા વાહનચાલકો પરેશાન : અનેક રજુઆત છતાં પરિણામ શૂન્ય
ટંકારા થી પસાર થતો રાજકોટ મોરબી કચ્છ સહિતના જીલ્લાઓને જોડતો મુખ્ય માર્ગ ને ફોરર્ટ્રેક કરવાનુ કામ ગોકળ ગતિએ ચાલુ છે ત્યારે ટંકારા ના લતીપર ચોકડી પર બની રહેલા ઓવરબ્રિજનો ડાયવર્સન રોડ કેટલાય સમયથી બિસ્માર હાલતમાં છે અને હાઈ.વર ઓથોરિટી ના જવાબદાર અધિકારીઓને અનેક વખત નાક કાન વીંધ્યા છતાં અધિકારીઓ જાણે ટેવાઈ ગયા હોય અને કોઈનું ગાઠતા ન હોય તેમ સ્થિતિ જેસે થે જ છે ત્યારે ગઈ કાલ રાત્રીના આ આજ જગ્યા પર ટ્રક ફસાઈ જતા મોરબી કચ્છ રાજકોટ તરફથી આવતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને મુખ્ય માર્ગોના ડાયવરઝન ને કારણે ભારે ટ્રાફિક જામ પણ થઇ સર્જાયો હતો ત્યારે અનેક વખત અકસ્માત બાદ પણ નકામું તંત્ર અને રોડ ના કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર માં મદ હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે જો કે સ્થાનિક તંત્ર આવા જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કોઈ પગલા ભરશે કે પછી તેરી ભી ચુપ ને મેરી ભી ચુપ જેવી વાત થશે એ સવા મણ નો સવાલ છે
સૌથી મોટી વાત એ છે કે શુ ટંકારા મા એક પણ નેતા નથી? જો છે તો ક્યા છે? શુ એને આ ગાબડા દેખાય છે? કે પછી એનુ પણ કોઈ સાંભળતું નથી ટંકારા ધારાસભ્ય કગથરા મોટા મોટી મોટી વાતો કરી રહ્યા છે તો એના વિસ્તાર ના તાલુકા મથક ની પ્રજા અને પાચ જીલ્લા ની મુસાફર કરતી જનતા હેરાન પરેશાન થઈ રહ્યા છે છતા ચુપચાપ કેમ? હાલ તો મત આપનારી ટંકારા ની પ્રજા ચૂંટેલા પ્રતિનિધિઓ અને પ્રજાના રૂપિયાનો પગાર લેતા અધીકારીઓ તરફ આંગળી ચીંધી અને આ સ્થિતિ માટે જવાબદાર હોવાનું જણાવી ઉકળાટ કાઢી રહ્યા છે.