ટંકારા ગામે ડેમી નદી પર આવેલ કોઝવે રીપેરીંગ અને ચેકડેમ રીપેરીંગ કરવાની માંગ અંગે તાલુકા પંચાયત અધ્યક્ષે નાની સિંચાઈ યોજના નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરી છે
ટંકારા તાલુકા પંચાયત અધ્યક્ષ ગોધાણી ભુપેન્દ્રભાઈએ જીલ્લા પંચાયત કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ટંકારા ગામે ડેમી નદી પર હડમતીયા અને કોઠારિયા જવા માટેનો જુનો રસ્તો છે અને ટંકારા ગામના મોટાભાગના ખેડૂતો આ રસ્તાનો ઉપયોગ કરે છે જે કોઝવે ઘણા સમયથી તૂટી ગયેલ છે જેથી માટી નાખીને રીપેરીંગ કરેલ છે તો તાત્કાલિક ધોરણે રીપેરીંગ કરીને વેરીંગ કોટિંગ કરવાની જરૂરત છે ઉપરાંત ટંકારા ગામે ઘણા બધા ચેકડેમ તૂટી ગયેલ છે ત્રણ વર્ષથી રીપેરીંગ કરાયું નથી જેથી ચેકડેમ રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે