Thursday, October 31, 2024
HomeGujaratવાંકાનેરમાં ઈસમે પી.જી.વી.એસ.એલના ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ચોરી કરનાર ઈસમ સામે નોંધાઈ ફરિયાદ

વાંકાનેરમાં ઈસમે પી.જી.વી.એસ.એલના ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલ ચોરી કરનાર ઈસમ સામે નોંધાઈ ફરિયાદ

વાંકાનેરમાં ચોરીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક ઈસમે પી.જી.વી.એસ.એલના ટ્રાન્સફોર્મરમાંથી ૧૮૦ લીટર ઓઇલ કરી બારોબાર વેચી દેવાના ઇરાદેથી પોતાની વાડીના મકાનના એક રૂમમા સ્ટોક કરી રાખતા ઈસમ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહતી અનુસાર, વાંકાનેરનાં દેરાળા ગામે રહેતા પ્રભુભાઇ રવજીભાઇ ધરજીયા નામના શખ્સે પી.જી.વી.એસ.એલના ટ્રાન્સફોર્મરમાંથી રૂ.૧૫,૧૦૨/-ની કિંમતનું ૧૮૦ લીટર ઓઇલ કાઢી/ચોરી કરી લઇ બારોબાર વેચી દેવાના ઇરાદેથી પોતાની દેરાળા ગામની સીમમાં આવેલ વાડીના મકાનના એક રૂમમા સ્ટોક કરી રાખતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેર, પી.જી.વી.સી.એલ. વિભાગીય કચેરી, વાંકાનેર દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!