Thursday, October 31, 2024
HomeGujaratમોરબી સબજેલમાં બંધ રહેલ દુષ્કર્મ કેસના કાચા કામના કેદીએ આપઘાત કર્યો

મોરબી સબજેલમાં બંધ રહેલ દુષ્કર્મ કેસના કાચા કામના કેદીએ આપઘાત કર્યો

મોરબી સબ જેલમાં ગઈકાલે મોડી રાત્રીના કાચા કામના કેદીએ જનરલ શૌચાલયમાં પોતાના રૂમાલ વડે ગળેફાંસો ખાઈ આપધાત કર્યો હતો. આરોપીએ માળિયા મિયાણા પોલીસ વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેના કારણે તેના પર એટ્રોસિટી તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો. આરોપી એક મહિનાથી જેલમાં બંધ હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સબ જેલમાં છેલ્લા એક મહિનાથી માળિયા પોલીસના પોસ્કો દુષ્કર્મનાં કેસમાં જેલમાં બંધ  સોમનાથ ઉર્ફે શોભનાથ રામપ્રતાપ રાજપૂત (ઉ.વ.૨૨)નામના કેદીએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આરોપીએ ગઈકાલે મોડી રાત્રીના જનરલ શૌચાલયમાં પોતાના રૂમાલ વડે ગળેફાંસો ખાઈ આપધાત કર્યો હતો. જેની જાણ થતા જેલના પોલીસ કર્મીઓએ મૃતદેહને નીચે ઉતારી પી એમ.માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. તેમજ આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!