મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગત તા.૩૦/૦૩/૨૦૨૩ ના રોજ ફર્સ્ટ ગુના રજીસ્ટર ૨૭/૨૦૧૩થી આરોપી મનીષ ઉર્ફે લાલો ધીરુભાઈ સાણજા વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધાયો હતો, જેમાં ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી, બદનામ કરવાના ઇરાદે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જવાના ગુન્હાની ફરિયાદ નોંધાયેલ હતી. જેમાં વકીલ તરીકે મોરબીના લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સેલ રોકાતા તેમના દ્વારા ધારદાર દલીલો કરવામાં આવતા આરોપી વિરુદ્ધ કેસ સાબીત નહિ થતા કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મિયાણા તાલુકાના કૃષ્ણનગર મોટા દહીંસરાના રહેવાસી મનીષ ઉર્ફે લાલો ધીરુભાઈ સાણજા વિરૂદ્ધ મોંરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૩૦/૦૩/૨૦૨૩ના રોજ ઇન્ડિઅન પીનલ કોડની કલમ તથા પોક્સો એક્ટની કલમ અન્વયે ગુન્હો નોંધાયો હતો. જેમાં ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી, બદનામ કરવાના ઇરાદે ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ જવાના ગુન્હાની ફરિયાદ નોંધાયેલ હતી. જેમાં આરોપીના વકીલ તરીકે મોરબીના લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સેલ ચીફ શબાના એમ ખોખર રોકાયા હતા. જે ફરિયાદ અન્વયે પોક્સો કેસ ૬/૨૦૧૬ મોરબીના સ્પેશિયલ પોક્સો કોર્ટના વિશેષ ન્યાયાધીશ અને અધિક સેશન્સ જજ ડી,પી,મહિડા ની કોર્ટમાં ચાલી જતા ચીફ લીગલ એઇડ ડિફેન્સ કાઉન્સેલરની ધારદાર દલીલોને ધ્યાનમાં લઇ આરોપી વિરુદ્ધ કેસ સાબીત નહિ થતા આરોપી મનીષ ઉર્ફે લાલો ધીરુભાઈ સાણજાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે. જેમાં આરોપી તરફે મોરબી ડીસ્ટ્રીક લીગલ એઇડ વિભાગના લીગલ એઈડ ડિફેન્સ કાઉન્સેલરના ચીફ શબાના એમ ખોખર સાથે આસિસ્ટન્ટ જિંક્લ એ રાજકોટીયા તથા મયુર એ પઢીયાર રોકાયા હતા.