Monday, November 18, 2024
HomeGujarat"આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉર્જા જાગૃતિ અભિયાન અંતર્ગત ઉર્જા જાગૃતિ...

“આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉર્જા જાગૃતિ અભિયાન અંતર્ગત ઉર્જા જાગૃતિ ફેલાવાઈ

ભારતમાં ઉજાલા યોજના, નેશનલ સોલાર મિશન, સ્વચ્છ ભારત અભિયાન તેમજ ગ્રીન ગ્રોથને લગતા વિવિધ નિર્ણયો પર્યાવરણને અનુકૂળ વિકાસ તરફ ભારતની પ્રતિબદ્ધતા પ્રદર્શિત કરે છે. ત્યારે ભારત સરકાર દ્વારા ઉર્જા જાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હોય જે અંતર્ગત “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉર્જા જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

એલ.એમ ભટ્ટનાં જણાવ્યા અનુસાર, ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી ગાંધીનગરના સહયોગથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારા વાંકાનેર તાલુકાની વિવિધ એલ કે સંઘવી ગર્લ્સ સ્કૂલ, રામકૃષ્ણનગર કન્યા પ્રાથમિક શાળા, હસનપર પ્રાથમિક શાળા, દિગ્વિજયનગર પ્રાથમિક શાળા ખાતે “આર્ય ભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઉર્જા જાગૃતિ અભિયાન અંતર્ગત દિપેન ભટ્ટ દ્વારા વિદ્યાર્થીને ઉર્જા જાગૃતિના વિડ્યો કલીપ, પોસ્ટર, પ્રોજેક્ટર પર પ્રેઝન્ટેશન, ત્યારબાદ વિદ્યાર્થિની પરીક્ષા લેવામાં આવી જેમાં વધુ માર્ક્સ મેળવેલા વિદ્યાર્થીને શાળાના આચાર્યને સાથે રાખી પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!