ગઇકાલે તારીખ ૨૩/૦૯/૨૦૨૩ ના રોજ શનિવારે સોની બજાર વેરાઈ શેરી માં ઉજવવામાં આવેલ ગણેશ મહોત્સવ માં કૌન બનેગા ચાણક્યના કાર્યક્રમ નું ભવ્ય અને અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જ્ઞાન સાથે ગમ્મત ની ઝાંખી જોવા મળી હતી.આ કાર્યક્રમ માં ધોરણ ૩ થી માંડી ને કોલેજ સુધી ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો અને સવાલો ના જવાબ આપી વિવિધ ઇનામો જીત્યા હતા.
મોરબી માં ગણેશ ઉત્સવ ની ધૂમ ધામ થી ઉજવણી કરવા માં આવી રહી છે જેમાં સોની બજાર માં આવેલ વેરાઈ શેરી માં સોની બજાર કા રાજા ગણપતિ મહારાજ ની હાજરી માં છેલ્લા ૧૨ વર્ષો થી વિવિધ પ્રકાર ના જ્ઞાન સાથે ગમ્મત તથા ભક્તિ ભાવ ના કાર્યક્રમો કરવામાં આવે છે , જેમાં એક મિનિટ રમત – ગમત સ્પર્ધા , કૌન બનેગા ચાણક્ય , રાસ ગરબા ની ધૂમ, વેશ – ભુશા, સુંદર કાંડ ના પાઠ તથા ધૂન ભજન ની રમઝટ ,અન્નકોટ ના દર્શન તેમજ બીજા ઘણા બધા સુંદર કાર્યક્રમો નું આયોજન કરવામાં આવે છે જેમાં નાના બાળકો થી માંડીને યુવકો તથા વડીલો પણ ખુબજ ઉત્સાહ ભેર ભાગ લે છે.