હળવદ ખાતે આવેલ શરણેશ્વર મહાદેવના સાનિધ્યમાં હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક કો.ઓ.ક્રે. સોસાયટી.લી.ની ૫૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં મંડળી દ્વારા નિવૃત્ત શિક્ષકોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. મંડળીના મંત્રી જલારામભાઈ વામજા દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ ના વાર્ષિક હિસાબો તથા અહેવાલ વાચી સંભળાવી નફાની વહેંચણી, જનરલ સભાનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યા હતા.
હળવદ ખાતે આવેલ શરણેશ્વર મહાદેવના સાનિધ્યમાં હળવદ તાલુકા પ્રાથમિક શિક્ષક કો.ઓ.ક્રે. સોસાયટી.લી.ની ૫૧મી વાર્ષિક સાધારણ સભાની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. જેમાં વાર્ષિક સાધારણ સભાના પ્રમુખ તરીકે માનસર પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય વિમલભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. ત્યારબાદ મંડળી દ્વારા નિવૃત્ત શિક્ષકોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. પછી ચાલુ વર્ષે રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન મળેલું એવા વિમલભાઈ પટેલનું પણ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગત સાધારણ સભાની કાર્યવાહીને બહાલી આપવામાં આવી હતી. ત્યાર પછી મંડળીના મંત્રી જલારામભાઈ વામજા દ્વારા વર્ષ 2022-23 ના વાર્ષિક હિસાબો તથા અહેવાલ વાચી સંભળાવી નફાની વહેંચણી, જનરલ સભાનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યા હતા. વર્ષ-2023-24 ના વર્ષ માટે આંતરિક ઓડિટર તરીકે અલ્પેશભાઈ વામજાની નિમણૂક કરવામાં આવી. તેમજ વર્ષ 2023-24 ના વર્ષની નવી કારોબારી રચનાની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યાર બાદ મંડળીના પ્રમુખ નટવરભાઈ પટેલ દ્વારા મંડળીના નવા નિયમો અને પેટા નિયમો અંગે સુધારો અને અમલ કરાવવામાં આવ્યો. પ્રમુખની મંજૂરીથી જે જે કામો થાય છે તેનો નિકાલ કરવામાં આવ્યો અને છેલ્લે મંડળીના ઉપપ્રમુખ જાડેજા સાહેબ દ્વારા વાર્ષિક સાધારણસભાની આભારવિધિ કરી મહાદેવજીનો જયધોષ સાથે મહાદેવજીના સાનિધ્યમાં સૌ સભાસદો પ્રસાદ લઈ છૂટા પડ્યા.તેમ મંડળીના કારોબારી હરમીત પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.