મોરબીવાસીઓએ ધામધૂમ પૂર્વક ભગવાન ગણેશજીની સ્થાપના કર્યા બાદ નવ દસ દિવસ ભક્તિભાવ થી પૂજા અર્ચના અને આરાધના કરવા ઉત્સુક બન્યા હતા. ત્યારે ૨૮ તારીખના રોજ ભગવાન ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે. જેની તૈયારીના ભાગરૂપે મોરબી નગર પાલિકા દ્વારા ચાર સ્થળોએ મૂર્તિ એકત્ર કરી સામૂહિક વિસર્જન કરવામાં આવશે.
મોરબી શહેરમાં ઘરે ઘરે તેમજ શેરી ગલીઓમાં પંડાલ નાખીને દુધાળા દેવ ગણપતિ મહારાજની મૂર્તિનું સ્થાપન કર્યું છે. શહેટનીજનો ભગવાન ગણેશજીની આરતી,પૂજા અને ભક્તિમાં તલ્લીન બન્યા છે. ત્યારે ૨૮ તારીખના રોજ ગણપતિ મહારાજની પ્રતિમાનું સામૂહિક વિસર્જન કરવામાં આવશે. ત્યારે મૂર્તિ વિસર્જન વખતે ડૂબી જવાની કરુણ ઘટના બનતી હોય છે. ત્યારે ઘટના બનતી અટકાવવા માટે મોરબી નગર પાલિકા દ્વારા ચાર સ્થળે સામૂહિક ગણેશ વિસર્જન માટેનું આયોજન કર્યું છે. જેમાં સ્કાય મોલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, એલ. ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ અને ગર્લ્સ હાઇસ્કુલ ખાતે લોકો પાસેથી મૂર્તિ એકત્ર કરી આર. ટી. ઓ કચેરી પાછળ ખાડીમાં નગર પાલિકા ના સ્ટાફ, તરવૈયા અને જેસીબી ની મદદથી વિસર્જન કરાશે. જેના માટે ૭૦ લોકોના સ્ટાફની ફાળવણી નગર પાલિકા દ્વારા કરવામાં આવી છે.