૨૪ કલાકમાં પીઆઈ ની હળવદ ખાતે પરત બદલી નહિ થાય તો પાટીદાર આંદોલન જેવું ઉગ્ર આંદોલન થશે અને સરકારી સંપતિની જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની રહેશે:અનુસૂચિત સમાજ આગેવાન
હળવદના પીઆઈ કે.એમ.છાસીયા ની રાજકીય કિનાખોરી થી બદલી કરવાનો મામલો ગરમાયો છે. જેમાં મોરબી જિલ્લા અનુસૂચિત સમાજ દ્વારા આજે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરીને ૨૪ કલાકમાં પરત બદલી કરવા માટે માંગ કરવામાં આવી છે નહીંતર પાટીદાર આંદોલન જેવું ઉગ્ર આંદોલન થશે અને સરકારી સંપતિ ને નુકશાન થાય તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
હળવદ પીઆઈ કે.એમ.છાશિયા ની થોડા દિવસો પહેલા હળવદ ખાતેથી લીવ રિઝર્વ માં બદલી કરવામાં આવી હતી.જેમાં હળવદ પીઆઈ એ જુગારીઓને પકડ્યા હોય જેને તાત્કાલિક છોડી દેવા માટે રાજકીય આગેવાનોએ દબાણ કર્યું હોય તેમજ આ દબાણ ને વશ થયા વગર પીઆઈ છાશિયા એ પોતાની ફરજ નિભાવી હતી.જેને લઇને હળવદના સ્થાનિક આગેવાનોએ ગૃહમંત્રીને ખોટી રજુઆત કરી ને ઉચ્ચ અધિકારીઓ પર દબાણ ઉભુ કરી ને પીઆઈ છાશિયા ની લીવ રિઝર્વના બદલી કરાવી હોવાના આક્ષેપ સાથે મોરબી જિલ્લા અનુસૂચિત સમાજ ના લોકોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું અને ૨૪ કલાકમાં પીઆઈ ની પરત હળવદ પોલીસ મથક ખાતે બદલી કરવા માંગ કરવામાં આવી હતી.સાથે જ જો આ માંગ સ્વીકારવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન થશે અને સરકારી સંપતિ ને નુકશાન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી મોરબી જિલ્લા વહીવટી તંત્રની રહેશે તેવી ગંભીર ચીમકી પણ ઉચ્ચારી હતી.