મોરબીમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક યુવક પર તેના સગા ભાઈએ જ રૂપિયાની લેતી-દેતી બાબતે ઘાતકી હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં વજેપર શેરી નં-૧૪ જેલ રોડ ખાતે રહેતા ભાવેશભાઈ હિરાભાઈ સાવરીયાને દિનેશભાઈ હિરાભાઈ સાવરીયા (રહે. સામા કાંઠે શોભેશ્વર રોડ ભુવનેશ્વરી પાર્ક) એ પોતાના પિતા એલ.ઈ.કોલેજમાં પટ્ટાવાળા તરિકે નોકરી કરતા હોય જેઓ મરણ જતા જેના રૂપિયા દશ લાખ આવેલ જે પૈસાની ઉઘરાણી કરતા ગત તા-૨૪/૦૯/૨૦૨૩ ના રોજ બપોરના પોણા એકાદ વાગ્યાના અરશામાં જગ્યા મોરબી વજેપર શેરી નં-૧૪ જેલ રોડ ડુંગરભાઈના ઘર બહાર ઓટલા પાસે ફરિયાદી બેસેલ ત્યાં દીનેશભાઈએ આવી તારે હવે શું કરવાનુ છે તેમ કહિ ગાળા ગાળી કરી ઢીંકા પાટુનો માર મારવા લાગેલ અને તેવામાં આવેશમાં આવી જઈ તેના હાથમાં રહેલ કાગળ રબ્બર કાપવાની પ્લાસ્ટીકના હાથા વાળી બ્લેડથી ફરિયાદીનાં ડાબા હાથની બે આંગળીઓમાં બે ઘા કરી તથા ડાબા હાથના પંજામાં એક ઘા કરી તથા ડાબા હાથના કાંડાથી કોણી વચ્ચે મધ્યમાં એક ઘા કરી તેમજ ડાબા હાથના ખભાથી કોણી વચ્ચે એક ઘા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.