વાંકાનેરમાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. ત્યારે એક યુવકે ઈસમ પાસેથી ઉછીનાં રૂપિયા માંગતા ઈસમે આપવાની ના પાડી ઈસમે યુવક પર પાવડા વડે હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં હશનપર શકિતપરા શક્તી માતાજીના મંદીર પાસે રહેતા કરમશીભાઇ રવજીભાઇ વાઘેલાએ આરોપી સંજયભાઇ કાન્તીભાઇ સોલંકી પાસે ઉછીના પૈસા માગતા આરોપીએ નહીં આપતા ફરિયાદી આરોપીના ઘર પાસે નીકળતા આરોપીએ જેમ ફાવે તેમ ગાળો બોલી બોલાચાલી કરી પાવડાના હાથાવતી ફરિયાદીને માથાના ભાગે એક ધા મારી તથા ડાબા હાથના પજા ઉપર એક ધા મારતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.