આવતીકાલે ગણેશ વિસર્જન અને ઈદ નો તહેવાર એક સાથે હોવાથી બન્ને ધર્મના લોકો પોત પોતાનો તહેવાર ઉમંગ ઉલ્લાસ થી ઉજવી શકે તે માટે મોરબી જિલ્લા પોલીસ સજ્જ બની ગઈ છે અને જેની આગવી તૈયારીના ભાગ રૂપે મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા મોરબી શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મોરબી માં વિવિધ સ્થળોએ ગણેશ જી ની સ્થાપના કરવામાં આવી છે અને આવતીકાલે તમામ જગ્યાએ એક સાથે વિસર્જન હોવાથી તેમજ સાથે સાથે મુસ્લિમ સમાજના ઈદનો તહેવાર પણ હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે મોરબી જિલ્લા પોલીસે પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.જેના ભાગરૂપે આજે મોરબી જિલ્લા પોલીસ વડાને અધ્યક્ષતામાં મોરબી એ ડિવિઝન પીઆઈ, એસઓજી પીઆઈ,ટ્રાફિક પીઆઈ તેમજ પીએસઆઈ અને પોલીસ જવાનો ને સાથે રાખીને ફૂટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જિલ્લા પોલીસ વડા દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા.આવતીકાલે ૧ ડીવાયએસપી,૮ પીઆઈ,૨૪ પીએસઆઈ,૩૭૦ પોલીસ જવાનો તેમજ ૨૯૦ હોમ ગાર્ડ અને જીઆરડી ના જવાનો નો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.