મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર કન્ટેનરચાલકે ઠોકર મારતા કારને ભારે નુકસાન થયું છે. સદ્નસીબે કોઈને ઇજા પહોંચી નથી. આ બનાવ અંગે કારચાલકે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં કન્ટેનરચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
મોરબી ક્ચ્છ હાઇવે ઓર માળિયા મી.નજીક ગત તા. 6ના રોજ રાત્રીના 11 વાગ્યે મોરબીથી કચ્છ જતા ને.હા. પર દેવ સોલ્ટ કારખાના પાસે આરોપી અનીલકુમાર તેજનારાયણસિંહ (રહે-બીહાર)એ પોતાના ટ્રક કન્ટેનર રજી.નં GJ-12-BW-5720નુ પુર ઝડપે અને ગફલતભરી રીતે બેફીકરાઇથી ચલાવી ફરીયાદી અંશુલકુમાર વિનોદકુમાર કૌશીક (રહે. ભુજ)ની ઇનોવા કાર રજી. નં.GJ-12-BW-3059ને પાછળથી જમણી સાઇડમા ઠોકર મારતા કારનો પાછળનો કાચ, જમણી સાઇડના દરવાજા, દરવાજાના કાચ અને આગળનુ બમ્ફર તોડી નાખ્યા હતા. આથી, કારને આશરે રૂ. 2,00,000નું નુકસાન થયેલ છે. આ બનાવમાં પોલીસે આરોપી અનિલની અટકાયત કરેલ છે.