હસતા-હસતા દેશ માટે પોતાનો જીવ અર્પણ કરી દેનારા શહીદ ભગત સિંહની આજે જન્મજયંતિ છે. ત્યારે દેશના મહાન ક્રાંતિકારી વિર ભગતસિંહની જન્મ જયંતિ નિમિતે હળવદ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાશે.
હળવદના રાષ્ટ્ર પ્રેમી યુવાનોના જણાવ્યા અનુસાર, હળવદના રાષ્ટ્ર પ્રેમી યુવાનો દ્વારા દેશના મહાન ક્રાંતિકારી વિર ભગતસિંહ કે જેમણે ભારત માતાને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત કરવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપીએ પણ ધગતી યુવાનીમાં ફાંસીના માંચડે હસતા હસતા ચડી ગયા અને “ઇન્કલાબ જિંદાબાદ” ના નારા બોલાવી અને દેશની અંદર આઝાદીની ચળવળ મજબૂત બનાવી હતી. ત્યારે આજે વિર ભગત સિંહની જન્મજયંતી હોઈ ત્યારે તેઓને પુષ્પાંજલિ સ્વરૂપ વિરાંજલી આપવાનો કાર્યક્રમ આજે સાંજે ૬:૦૦ કલાકે, સરા નાકા, ન્યુ જૈન સ્વીટ માટૅ પાસે યોજવામાં આવશે. જે કાર્યક્રમ માં હળવદ ગામ સમસ્તના રાષ્ટ્રપ્રેમી જનતાને પધારવા હળવદના રાષ્ટ્ર પ્રેમી યુવાનો દ્વારા ભાવભર્યું જાહેર આમંત્રણ પઠાવવામાં આવ્યું છે.