રાજ્યના હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સોરાષ્ટ્ના કેટલાક ભાગોમાં આગામી ૧૦ થી ૧૨ ડિસેમ્બર એટલે ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ વરસાદની અગાહીને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર સાબદું બન્યું છે અને એ.પી.એમ.સી. તથા અનાજના અન્ય ગોડાઉનમાં અનાજને નુકશાન ન થાય તે માટે તકેદારીના પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે.
અધિક કલેકટર કેતન જોશીએ આ સંભવિત કમોસમી વરસાદને લઈને એક પરિપત્ર જાહેર કર્યો છે અને જીલ્લા પુરવઠા વિભાગને સૂચના આપવામાં આવી છે. જેમાં જીલ્લાના એ.પી.એમ.સી. તથા અનાજના અન્ય ગોડાઉનમાં અનાજને સંભવિત વરસાદથી નુકશાન ન થાય તે માટે અત્યારથી આગોતરી વ્યવસ્થા કરી જરૂરી તકેદારીના પગલાં લેવાની સૂચના આપી છે.