ગત સામાન્ય સભામાં થયેલ ઠરાવમાં ૧,૧૨,૫૦,૦૦૦ ના વધુ કામો દર્શાવાતા કોંગ્રેસનો વિરોધ
આજ રોજ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓમાં હોદેદારોની નિમણુક કરવામાં આવી હતી. માત્ર બે સમિતિઓની જ રચના કરવામાં આવી હતી.જયારે બાકીની સમિતિઓની રચના હાલ પૂરતી મોકૂફ રખાઈ છે અને બાકીની સમિતિ માં આગામી સમયમાં નિમણુક કરવામાં આવશે.જ્યારે ગત સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી આપવાનો એજન્ડાનો કોંગ્રેસના સભ્યો દ્વારા વિરોધ કરાયો હતો.
ભાજપ શાસિત મોરબી જિલ્લા પંચાયતની સમિતિઓની રચના માટે તેમજ ગત સભાના એજન્ડા ઓને બહાલી આપવા માટે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ગત સામાન્ય સભાની કાર્યવાહીને બહાલી આપવાના ઠરાવમાં એક કરોડ બાર લાખ પચાસ હાજર ના વધારે કામો દર્શાવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ ના સભ્યો એ વિરોધ દર્શાવ્યો હતો.જોકે ત્યાર બાદ બહુમતિ થી ગત સામાન્ય સભા ના આ ઠરાવ ને બહાલી આપવામાં આવી હતી.આ ઉપરાંત ભાજપમાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિ માં હોદેદારોની નિમણુક કરવામાં આવી હતી.જેમાં સામાજિક અને ન્યાય સમિતિના કમળાબેન અશોકભાઈ ચાવડા અને કારોબારી સમિતિમાં પ્રવીણભાઈ ત્રીભોવનભાઈ સોનગ્રાની નિમણુક કરવામાં આવી હતી. તેમજ જાહેર આરોગ્ય સમિતી, જાહેર બાંધકામ સમિતિ ,શિક્ષણ સમિતિ ,અપીલ સમિતિ,મહિલા અને બાળ વિકાસ સમિતિ અને યુવા પ્રવૃત્તિ સમિતિ ,ઉત્પાદન અને સિંચાઇ સમિતિ માં આગામી સમયમાં હોદેદારોની નિમણૂક કરવામાં આવશે.