Monday, November 18, 2024
HomeGujaratહળવદના સુસવાવ ગામે કારખાનામાં કેમિકલ પાઇપ લીકેજ થતાં બે વ્યક્તિઓ દાઝ્યા:એકનું સારવાર...

હળવદના સુસવાવ ગામે કારખાનામાં કેમિકલ પાઇપ લીકેજ થતાં બે વ્યક્તિઓ દાઝ્યા:એકનું સારવાર દરમિયાન મોત

હળવદ તાલુકાના સુસવાવ ગામની સિમ વેલવીન લેમીનેટ એલ.એલ.પી. ના કારખાનામાં વેસલ વિભાગમાં કેમીકલ પાઇપલાઇન દ્વારા મોટરથી ઉપર ચડાવતા અકસ્માતે પાઇપ લીકેજ થતા બે મજૂરોના શરીરે કેમિકલ ઉડતા દાઝી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડયા હતાં. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના સુસવાવ ગામની સિમ વેલવીન લેમીનેટ એલ.એલ.પી. ના કારખાનામાં ગત તા.૨૫/૦૯/૨૦૨૩ના સાંજના સાતેક વાગ્યાના આસપાસ ૨૧ વર્ષીય બલવાનસિંહ જીવનસિંહ દેવડા અને ૪૫ વર્ષીય ભવાનસિંહ વિક્રમસિંહ મકવાણા બંને વેસલ વિભાગમાં કેમીકલ પાઇપલાઇન દ્વારા મોટરથી ઉપર ચડાવતા હતા. ત્યારે અકસ્માતે પાઇપ લીકેજ થતા બંનેના શરીરે કેમિકલ ઉડતા બંને જણા શરીરે દાઝી ગયેલ અને બંનેને હળવદ શ્રીજી હોસ્પિટલ ખાતે દાખલ કરેલ જેમાં ભવાનસિંહની તબીયત સારી થઇ જતા રજા આપેલ અને બલવાનસિંહને વધુ સારવાર માટે ગઈ કાલે તા.૨૯/૦૯/૨૦૨૩ના રોજ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરતા રસ્તામાં બલવાનસિંહ મૃત્યુ થયાનું જણાતા હળવદ સરકારી હોસ્પીટલ ખાતે લાવતા ર્ડો. ઉદીપ કેલા એ મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું. તેમજ સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!