વાંકાનેર તાલુકાના રાતીવીરડા ગામના સરપંચ પાસે કોઇ હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે તેમજ પોતાના શોખ ખાતર અન્ય આરોપીના પરવાનાવાળા બારબોરના હથિયારથી ફોટો પાડી પોતાના વોટ્સએપ ડી.પી. સ્ટેટસમાં તેમજ પોતાના ફેસબુક આઇ.ડી.માં પોસ્ટ કરતા મોરબી એસઓજી ટીમે ધરપકડ કરી વાંકાનેર તાલુકા પોલીસે તેના વિરૂદ્ધ ગુન્હો નોંધાવ્યો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના રાતાવીરડા ખાતે રહેતા અને રાતાવીરડા ગામના સરપંચ બાબુભાઇ ચોથાભાઇ પાંચીયા પાસે કોઇ હથિયાર નો પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે તેમજ પોતાના શોખ ખાતર આરોપી અરજણભાઇ હિન્દુભાઇ પાંચીયાના પરવાનાવાળા બારબોરના હથિયારથી ફોટો પાડી પોતાના વોટ્સએપ ડી.પી.સ્ટેટસમાં તેમજ પોતાના ફેસબુક આઇ.ડી.માં પોસ્ટ કરી, તેમજ આરોપી અરજણભાઇએ પોતાનું લાયસન્સ વાળુ હથીયાર આરોપી બાબુભાઇ પાસે હથિયાર રાખવાનો પરવાનો નથી તેમ છતા તેને આપી, લાયસન્સ ધારકની શરત ભંગ કરતા મોરબી એસઓજી ટીમે બન્ને ની ધરપકડ કરી તેના વીરૂધ વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.