મોરબીની ગોઝારી ઝૂલતાપૂલની દુર્ઘટનાએ ૧૩૫ લોકોનો ભોગ લીધો હતો. ઝૂલતાપૂલની દુર્ઘટના વખતે પ્રખર રામાયણી સંત મોરારીબાપુએ મોરબીમાં આવી તમામ દિવગંતોના પરિવારજનોને સાંત્વના આપી આ દુર્ઘટનાના દિવગંતોના મોક્ષાર્થે સપ્ટેમ્બર માસમાં રામકથા યોજવાની જાહેરાત કરી હતી. જે રામકથાનો આજથી પ્રારંભ થયો છે. જેમાં આવતીકાલે સીએમ પણ હાજરી આપવાના છે.
મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃતકોના મોક્ષાર્થે શ્રી રામ કથામાં આજે પ્રથમ દિવસે પોથી યાત્રા યોજાઇ હતી. સાંસદ મોહનભાઈ કુંડારિયાના નિવાસ સ્થાનેથી મોરબી શહેરના મુખ્ય માર્ગ પર ફરીને વાવડી કબીર ધામ આશ્રમ ખાતે આવેલ કથા સ્થળ પર પોથી યાત્રા પહોંચી હતી. રામકથાકાર મોરારી બાપુએ પોઠીજીનુ સ્વાગત કરી વ્યાસપીઠ પર બીરાજ માન કર્યા હતા. આ તકે કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા, કૃષિ મંત્રી રાઘવજી ભાઈ પટેલ સહિતના નેતાઓ તેમજ સંતગણ ઉપસ્થિત રહ્યા હતા. જયારે પ્રથમ દિવસે જ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. જયારે મોરબીના કબીરધામ આશ્રમ પાસે આયોજિત મોરારીબાપુની રામકથામાં આવતીકાલે રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપશે.