મોરબી શહેરમાં પૂજ્ય મોરારી બાપુની કથા ચાલુ થયેલ છે. ત્યારે મોરબી શહેર અને જિલ્લાની આસપાસના પ્રજાજનો કથા સાંભળવા માટે વઘુમાં વઘુ સંખ્યામાં લાભ લઈ શકે તે માટે થઈ આ કથા સ્થળે આવવા જવા માટે લોકોને મુશ્કેલી ના પડે તે માટે મોરબી નગરપાલિકા દ્વારા મફત બસ સેવા આપવી જોઈએ તેવી મોરબી જિલ્લા કોંગ્રેસના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ દ્વારા માંગ કરવામાં આવી છે.
મહેશ રાજ્યગુરુના જણાવ્યા અનુસાર, લોકો દૂર દૂરથી કથા સાંભળવા માટે આવતા હોય અને લોકોને ભાડાના વાહન આ મોઘવારીના સમયમાં ચૂકવવા ના પડે અને લોકો તકનો લાભ લઇ ભાડા વઘુ વસૂલ કરે એવી પણ ચર્ચા લોકોના મુખે સાંભળવામા આવે છે. ત્યારે લોકોના હિત માટે અને કથા સાંભળવા આવનાર દરેક માટે સુરક્ષિત રીતે નગરપાલિકા મફત બસ સેવા આપે તેવી મોરબી શહેર અને જિલ્લાના લોકો વતી લાગણી અને માંગણી છે. તો આ બાબતે મોરબી નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર લોકોને મફત બસ સેવા મળે તે માટે તાત્કાલિક નિર્ણય કરી પ્રજાને બસના રૂટ અને સમય પત્રક જાહેર કરશે. તેવી મોરબી જિલ્લા કોંગ્રેસના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ દ્વારા માંગણી કરવામાં આવી છે.