મોરબી રામકથામાં આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેઓએ મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
મોરબી કબીર આશ્રમ ખાતે સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા મોરબી જુલતા પુર દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા છે તેના આત્માના શાંતિ માટે રામચરિત માનસ કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરારીબાપુ દ્વારા કંઠસ્થ આ માનસ શાંતિ કથા માં આજે બીજા દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા જેમાં તેઓએ આત્માને શાંતિ પાઠવી હતી આ મોરારીબાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આપણા રાજ્યને સીધા સાદા મુખ્યમંત્રી મળ્યા એ ગુજરાતનું ગૌરવ છે તો બીજી બાજુ સનાતન ધર્મને લઈને થઈ રહેલા વિવાદો અને પગલે પણ ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે સમાજમાં ક્યારેક ક્યારેક અમુક ઘેટાં ગાંજો પી જાય એટલે તમામ ક્રમ તૂટી ગયો કોઈ નિયમ નહિ કોઈ ક્રમ નહીં એ રીતે વર્તન કરતા હોય છે જે સુધારવા જરૂરી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ લોકોને આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરું છું સાથે સાથે રામકથા સાંભળી બુધ્ધિ નિર્મળ થાય તો ઘણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એમ છે.મોરારી બાપુ કહે છે તેમ સત્ય પ્રેમ કરૂણા હર હમેશ વરસતી રહે અને આપણા સૌનું જીવન રામનમથી અને મોરારી બાપુની કથામાં થી સાર્થક બનાવીએ આ કથામાં ધર્મ સત્તા અને રાજસત્તા બંને ભેગા થયા છે ત્યારે માનનીય નરેન્દ્ર ભાઇ મોદી નું સપનું ભારત વિશ્વ ગુરુ બને એમ ભગવાન રામ ના ચરણોમાં વિનવું છું તો સ્વચ્છતા દિવસની પણ શુભેચ્છાઓ પાઠવું છું.
સીએમ ભુપેન્દ્ર પટેલ મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગગતોના આત્માના શાંતિ માટે બેસાડેલી આ માનસ રામકથામાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાંસદ મોહન કુંડારીયા ધારાસભ્ય દુર્લભજીવી દેથરીયા પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા સહિતના તમામ ભાજપના આગેવાનો જોડાયા હતા પરંતુ આ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની ગેરહાજરી જોવા મળી હતી ઉલ્લેખનીય છે કે મોરબીના આંગણેજ આ કથાનું આયોજન છે ત્યારે મોરબી માળિયા વિધાનસભાના ધારાસભ્ય ની ગેરહાજરી નોંધાતા રાજકીય ચર્ચાનો માહોલ બન્યો હતો આ તકે કથાનું આયોજન કરનાર સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોરબી જુલતાપુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ ની આત્માને શાંતિ માટે આયોજન કરાયું છે ત્યારે સ્વચ્છતા દિવસ પર પણ કબીર આશ્રમને સાફ કરી ગૌશાળા ને સાફ કરી સ્વચ્છતા દિવસની ઉજવણી કરી છે.