વાંકાનેર તાલુકાનાં ચંદ્રપુર ભાટીયા સોસાયટી સ્મશાન પાસે એક ઈસમ ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ઈંગ્લીશ દારૂની બોટલ બે બોટલો સાથે રાખી વેચાણ કરવાના સાથે મળી આવતા તેના વિરૂદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાનાં ચંદ્રપુર ભાટીયા સોસાયટી સ્મશાન પાસેથી ગત તા.૦૧/૧૦/૨૦૨૩ના રોજ મુકેશભાઈ ઉર્ફે ગોગન સુરેશભાઈ તુવાર ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર ઈંગ્લીશદારૂની ઓફીસર્સ ચોઈસ કલાસીક વ્હીસ્કી ફોર સેલ ઈન રાજસ્થાન ઓન્લી લખેલ ૭૫૦ એમ.એલ.ની ઈંગ્લીશ દારૂની રૂ.૬૪૦/-ની કિંમતની બે બોટલના મુદામાલ સાથે રાખી વેચાણ કરવાના ઈરાદે રાખી મળી આવતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


 
                                    






