મોરબી જિલ્લાના હળવદ તાલુકાના પાસે આવેલ બ્રાહ્મણી-2 જળાશય ઓવર ફલો થતાં એક દરવાજો આજે રાત્રે 08:00 વાગ્યે 0.15 મીટર ખોલી 656 ક્યુસેક પાણી છોડવામાં આવશે. તેમ ડેપ્યુટી એક્સજિક્ટીવ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ સબ ડિવિઝન રાજકોટના આસિસ્ટન્ટ એન્જિનિયરે પત્ર દ્વારા અગ્યાર ગામના લોકોએ એલર્ટ કર્યા છે….
મોરબી જિલ્લાના હળવદ તાલુકા પાસે આવેલ બ્રાહ્મણી 2 જળાશય સંપૂર્ણ ભરાય જવા આવતા તેના દરવાજા ખોલવા પહેલા લોકોને ચેતવણી સંદેશ આપવામાં આવ્યો છે. બ્રાહ્મણી જળાશયની F.R.L 44.5 મીટર છે. જ્યારે 43.05 મીટર લેવલ સુધી પહોંચી જતા રૂટ લેવલ જાળવવા એક દરવાજો 0.15 મીટર 8:00 વાગ્યે ખોલી કુલ 656 ક્યુસેક પાણી આઉટ ફલો એટલે કે છોડવામાં આવશે. જેના માટે નીચાણ વાળા વિસ્તારના અગ્યાર ગામો જેમાં સુસવાવ, તિકર, મિયાણી, મયુરનગર, મનગઢ, ખોડ, કેદરિયા, ચડાધરા, અજીતગઢ, ધાનાળા અને રાઇસંગપુર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે……