મોરબી પોલીસ અધિક્ષકની સૂચનાથી પેરોલ ફર્લો કે વચગાળા ના જામીન ઉપર છૂટેલ, જેલમાંથી ફરાર કે પોલીસ જાપ્તા માંથી ફરાર આરોપીને પકડવા ખાસ ઝુંબેશ નું આયોજન કરાયું હતું. ત્યારે મોરબી સબ જેલમાંથી છેલ્લા બે વર્ષથી વચગાળાના જામીન ઉપર ફરાર થયેલ આરોપીને અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતેથી મોરબી પેરોલ ફર્લો સ્કોવોડ, એલ.સી.બી ની ટીમ દ્વારા પકડી પાડી જેલ હવાલે કરવામાં આવ્યો હતો.
મોરબી પોલીસ અધિક્ષકની સૂચનાથી પેરોલ ફર્લો કે વચગાળાની ના જામીન ઉપર છૂટેલ, જેલમાંથી ફરાર કે પોલીસ જાપ્તા માંથી ફરાર આરોપીને પકડવા ખાસ ઝુંબેશ નું આયોજન કરાયું હતું. ત્યારે છેલ્લા બે વર્ષથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નો કાચા કાનનો આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે પહલાદ રતનસિંહ દલ્લાસિંહ ઓડ બિકાવાસ તાલુકા રાજસ્થાન નો આરોપી વચગાળાના જામીન તારીખ ૧૭/૦૫/૨૦૨૧ થી ૧૭/૦૮/૨૦૨૧ સુધી મુક્ત કરવામાં આવતા જે કેદીને ૧૮/૦૮/૨૦૨૧ ના રોજ મોરબી સબ જેલમાં હાજર થવાનું હોય ત્યારે વચગાળાના જામીન પરથી હાજર નહિ થતાં ફરાર થઈ જતા ખાનગી રાહે મળેલી બાતમીના આધારે અરવલ્લી જિલ્લાના શામળાજી આશ્રમ ચોકડી ખાતેથી ૦૨/૧૦/૨૦૨૩ ના રોજ મોરબી પેરોલ ફર્લો સ્કોવોડ, એલ.સી.બી ની ટીમ દ્વારા પકડી પાડી જેલ હવાલે કરવામાં આવ્યો હતો.