મોરબીમાં દારૂ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે મોરબી સિટી વિસ્તારમાંથી અને હળવદમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. જેની સાથે પોલીસે કુલ ચાર ઈસમોની અટકાયત કરી છે.
પ્રથમ દરોડામાં, મોરબી સીટી એ ડિવીઝન પોલીસ દ્વારા બાતમીના આધારે GJ-36-U-2832 નંબરની સી.એન.જી.રીક્ષાને મોરબીના જેલ ચોકમા રોકી એજાજભાઈ રહેમાનભાઈ ચૌહાણ, તૌહીદભાઈ અજીતભાઈ ચૌહાણ અને ઈમરાનભાઈ સલીમભાઈ કટીયા નામના શખ્સોને ગેરકાયદેસર રીતે પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની ૧૦૦ પેપર્સ ડીલક્ષ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની એક બોટલના રૂ.૧૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી સી.એન.જી. રીક્ષા સહીત કુલ રૂ.૧,૦૧,૫૦૦/-નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બીજા દરોડામાં, હળવદ પોલીસની ટીમ દ્વારા બાતમીના આધારે હળવદ સરા ચોકડી પાસે GJ-36-A-2953 નંબરની હીરો કંપનીની મોટરસાઇકલ રોકી આરોપી શેરમહમદ ઇબ્રાહીમભાઇ ભટ્ટીની તપાસ કરતા આરોપી પાસેથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જા ભોગવટા વાળા હીરો કંપનીના મોટર સાયકલમાં વેચાણ કરવાના ઈરાદે ભારતીય બનાવટની વિદેશીદારૂની White Lace Vodka Orange લખેલ ૦૧ બોટલ તથા ૧૮૦ એમ.એલ.ની ૨ બોટલ હોય જેમા ૭૫૦ એમ.એલ. બોટલની કિંમત રૂ.300/- લેખે ગણી અને 180 એમ.એલ. એક બોટલની કિંમત રૂ.70 ગણી અને ત્રણેય બોટલની કિંમત રૂ.440/- તથા હીરો કંપનીના મોટર સાયક રૂ. 35,000/- ગણી એમ કુલ રૂ 35,440/ ના મુદામાલ સાથે રાખી આરોપી મળી આવેલ હોય જેને પકડી પાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.