વિદ્યાર્થીઓને મળેલ રૂપિયા 9000 ભરેલું પાકીટ શાળાના આચાર્યેને સોંપ્યું
આજે માનવજાત ચોવીસ કલાક ચારેબાજુ રૂપિયા પાછળ દોડી રહી છે,ક્યાંથી પૈસા પ્રાપ્ત કરવા એનું જ સતત મંથન થતું હોય છે. ઘણી વખત ઘણાં લોકો રૂપિયા મેળવવા આડા-અવળા, અવળા- સવળા કામો કરતા હોય છે, આજે દેશ અને દુનિયામાં ઘણા એવા લોકો પણ છે કે જેમની પાસે અઢળક સંપત્તિ છે,સાત પેઢી બેઠી બેઠી ખાય તોય ન ખૂટે એટલી ધન દૌલત છે છતાં ભ્રષ્ટાચાર કરીને, દેશને નુકસાન કરીને,ગરીબોનું શોષણ કરીને રૂપિયા એકઠા કર્યા જ કરે છે ત્યારે આવા આ કપરા કાળમાં ખારા જળમાં મીઠી વીરડી સમાન ગૌરવપૂર્ણ કિસ્સો સામે આવ્યો છે,વાત જાણે એમ છે કે વાંકાનેર તાલુકામાં માં જગત જનની ખોડિયાર માતાજીના સાનિધ્યમાં આવેલ માટેલ તાલુકા શાળામાં ધો.છઠ્ઠામાં અભ્યાસ કરતા બે બાળદેવો વિરોડીયા જીવણ જીતેશભાઈ અને સેરાણીયા બળદેવ રાજુભાઈને એક પાકીટ મળ્યું,પાકીટ ખોલતા એમાં રૂપિયા 9000/- એંકે રૂપિયા નવ હજાર જેટલી માતબર રકમ હતી.ગરીબ પરિવારના આ બંને બાળકો માટે આ રકમ ઘણી મોટી હતી.રૂપિયાની લાલચમાં મોટા માણસોનું મન પણ લલચાઇ જતું હોય છે,આ બાળકોએ ધાર્યું હોત તો આ રૂપિયાથી પોતાના અંગત શોખ પુરા કરી શકેત પણ આ સંસ્કારી બાળકોને રુપિયાનો જ્યારે મોહ ન થયો લાલચ ન થઈ, પોતાના આચાર્ય કિશોરભાઈને આ રૂપિયા પરત આપી પ્રમાણિકતા અને સંસ્કારિતાના દર્શન કરાવ્યા છે.બંને વિદ્યાર્થીઓને આવી પ્રામાણિકતા બદલ શાળા પરિવારે સન્માનિત કર્યા છે