મોરબી જિલ્લામાં હળવદ પોલીસ મથક અવારનવાર ચર્ચામાં આવતું રહે છે ત્યારે હળવદ પોલીસ મથક વિસ્તારમાં આવતા ચરાડવા નજીક સ્ટેટ મોનિટરિંગસેલે દરોડો પાડી કરોડો રૂપિયાની ખનીજ ચોરી અને છ ડજન થી વધુ આરોપીઓની ધરપકડ કરી હતી.
જેમાં હળવદ પોલીસ મથકના પીઆઇ એમ વી પટેલ ને જવાબદાર ગણી સસ્પેન્ડ કરાયા હતા જોકે બાદમાં ડીજીપી દ્વારા આવી કોઈ કાર્યવાહી થયા બાદ ખનીજ અધિકારી સહિતના અધિકારીઓના નિવેદન બાદ પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરવી તેવો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે ઘણા મહિનાઓના રાહ જોયા બાદ હળવદ પીઆઈ ની ઇન્કવાયરી દેવભૂમિ દ્વારકા પોલીસને સોંપવામાં આવી હતી. જે ઇંકવાયરી પૂર્ણ થયા બાદ ફરજ મોકુફ થયેલ પીઆઇ એમ વી પટેલને પોલીસ વિભાગ દ્વારા ફરજ પરત લઈ અને ગીર સોમનાથ જિલ્લામાં બિન સંવેદનશીલ જગ્યાએ મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે.