મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રીપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલાએ ચોરી, લુંટ, ધાડ જેવા મિલકત સબંધી ગુનાઓમા પરીણામ લક્ષી કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં મોટરસાઈકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપી તથા ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસનો સર્વેલન્સ સ્ટાફ જુના ઘુટુ રોડ, સનવલ્ડ સીરામીક ચોકડી ખાતે વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન ઘુંટુગામ બાજુથી એક શંકાસ્પદ મોટરસાઈકલ લઇ એક સવારીમા નિકળતા જે અગાઉ ચોરીના ગુન્હામાં પકડાયેલ ઇસમ હોય જેને રોકાવી GJ36P0088 નંબરની મોટરસાઈકલ ઇ-ગુજકોપમાં સર્ચ કરતા જે મોટરસાઈકલ બીપીનચંદ્ર ગોરધનભાઇ રાચ્છ (રહે- વર્ધમાનનગર મોરબી)ના નામે હોય જેથી મોટરસાઈકલના ચાલક પાસે મોટરસાઈકલના કાગળો માંગતા નહીં જોવાનુ જણાવતા કાયદેશરની કાર્યવાહી કરી આરોપીની સઘન પુછપરછ કરતા મોરબીમા નગરદરવાજા પાસે આવેલ નાસ્તા ગલીમાથી મોટરસાઈકલની પોતે ચોરી કરેલ હોવાની કબુલાત આપેલ જેથી આરોપી વિરૂધ્ધ કાયદેશરની કાર્યવાહી કરવામાં આવી છે.