Monday, November 18, 2024
HomeGujaratમોરબી સહીત અનેક જિલ્લાઓમાં મંદિરમાં ચોરી કરનાર ઈસમ ઝડપાયો

મોરબી સહીત અનેક જિલ્લાઓમાં મંદિરમાં ચોરી કરનાર ઈસમ ઝડપાયો

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ચોરીના બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાએ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી તાલુકા પોલીસની ટીમે મોરબી જીલ્લા સહિત અલગ અલગ જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ-૧૦ મંદિર ચોરી કરનાર ઇસમને પકડી પાડી મંદિર ચોરીનો ભેદ ઉકેલતી કાઢ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ મોરબી તાલુકાના લીલાપર ગામ, મેલડી માતાજીના મંદિરમાંથી સોનાના ૦૨ છત્તરની ચોરી થયેલ હોય જે અનુસંધાને વોચ તપાસમાં હતા. દરમ્યાન તેઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, મોરબી તાલુકાના લીલાપર ગામે, મેલડી માતાજીના મંદિરમાં થયેલ છત્તર ચોરીનો આરોપી કે જેને જીન્સનુ પેન્ટ તથા સફેદ-આછા લીલા કલરનો કથ્થાઇ-બ્લ્યુ કલરની ચેકસવાળો શર્ટ પહેરેલ છે વિગેરે મતલબેની મળેલ ખાનગી બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના મચ્છુ નદીના જોધપર (નદી) ગામ તરફના પુલના છેડે વોચ તપાસમાં હતા દરમ્યાન હકીકત વાળો ઇસમ લપાતો છુપાતો નીકળતા મજકૂર ઇસમને પકડી પાડી ઇસમ સાગરભાઇ ઉર્ફે લાલો કમલેશભાઇ ગોહેલ (રહે. રાજકોટ, છોટુનગર હુડકો ચોક પાસે, પટેલપાન વાળી શેરીમાં, મુળ રહે. ગોંડલ, મોટી બજાર, સંગાણી શેરી, જી.રાજકોટ)ની અંગઝડતીમાંથી પોતે ચોરીમાં મેળવેલ સોનાના ૦૨ છત્તર સાથે મળી આવતા જે બાબતે પુછપરછ કરતા પોતે ગુન્હાની કબુલાત આપતો હોય તેમજ આ સિવાયની પણ ગોંડલ તાલુકામાં હનુમાનજીના મંદિરમાંથી, ટંકારા તાલુકાના હડમતીયા ગામે ચામુંડા માતાજીના મઢમાંથી,રાજકોટ તાલુકાના થોરાળા વિસ્તારના તરખળીયા દાદા રામાપીરના મંદિરમાંથી, જુનાગઢના વડાલ ગામ પાસે દશામાંના મંદિરમાંથી, ધ્રોલ તાલુકાના લતીપર ગામની વાડીમાં મેલડી માતાજીના મંદિરમાંથી, રાજકોટથી કાલાવાડ જતી મોટા વડાળા ચામુંડા માતાજીના મઢમાંથી, સાવરકુંડલા પહેલા આવેલ ખોખરીયા હનુમાનજીના મંદિરમાંથી, ધોરાજી-પાટણવાવ વચ્ચે રાંદલ માતાજીના મંદિરમાંથી તથા જશદણથી ઘેલા સોમનાથ જતા કડકધાર ખોડીયાર માતાજીના મંદિરમાંથી ચોરીઓને અંજામ આપેલ હોવાનુ જણાવતા મજકુર ઇસમને ઉપરોકત ગુન્હાના કામે અટક કરી આગળની તપાસ પી.એસ.આઇ. વી.જી.જેઠવા ચલાવી રહેલ છે. આરોપીની મોડેસ ઓપરેન્ડી એમ હતી કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સિવાયના અન્ય ગુન્હામાં અન્ય આરોપી અભય ઉર્ફે શનિ ધીરૂભા ચૌહાણ ર(હે. રાજકોટ, હુડકો ચોકડી પાસે, છોટુનગર પાસે, રાજકોટ, હાલ રહે. દિલ્હી) સાથે મળી પ્રથમ ગુગલ મેપ એપ્લીકેશનમાં અલગ-અલગ મંદિરો સર્ચ કરી તેમાં આભુષણો ચકાસી દિવસ દરમ્યાન તે મંદિરે પ્રસાદી, નાળીયેર, અગરબત્તી વિગેરે સાથે માનતાના કરવાના બહાને જઇ માણસોની ગેરહાજરીનો લાભ લઇ ચોરી કરવાની એમ.ઓ ધરાવે છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!