રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ દ્વારા તેમજ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીએ ગેર કાયદેસર નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશનુ આયોજન કરેલ જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી એસઓજી ટીમે મોરબી તાલુકા વિસ્તારમાં આવેલ લાલપર ગામેથી મેફેડ્રોનના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એસઓજી ટીમને બાતમી મળેલ કે, હકીમ રોડાજી આકી (રહે. હાલ લાલપર ગામ નવદિપ સ્કુલની બાજુમાં ક્રિષ્નાવાડી વાળો રોડ કિશનભાઇ રબારીની બિલ્ડીંગ બીજો માળ લાલપર તા.જી. મોરબી મુળ રહે. ગાદોલ ગામ વોર્ડ નં-૨ મસ્જીદની પાસે તા.જી.પ્રતાપગઢ રાજસ્થાન) પોતાના કબજા ભોગવટા વાળા રહેણાંક મકાનમા ગેરકાયદેસર રીતે માદક પદાર્થ પાવડર કબજામા રાખી તેના ગ્રાહકોને ખાનગીમા વેચાણ કરે છે. જે મળેલ બાતમીનાં આધારે હકીકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા હકીમ રોડાજી આકી નામનો ઈસમ નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોનનાં ૧૯.૪૦ ગ્રામના રૂ. ૧,૯૪,૦૦૦/-ના જથ્થા, રોકડા રૂપીયા ૮૫,૦૦૦/-, મોબાઇલ ફોન, વજન કાંટો મળી કુલ રૂપીયા ૨,૮૦,૦૦/-નાં મુદ્દામાલ સાથે મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૧(બી), ૨૯ મુજબની કાર્યવાહી કરી ઇસમને ધોરણસર અટક કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. જયારે આરોપીની પૂછપરછ કરતા દાઉદ ઇબ્રાહીમ બેલીમ (રહે.ગાદોલા તા.જી.પ્રતાપગઢ રાજસ્થાન) તથા જીતેન્દ્ર રામજી પ્રજાપતિ (રહે. મોરબી ત્રાજપર ચાર રસ્તા એસ.આર.પંપ પાસે શ્રીરામ એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૩૦૪ મોરબી)નું નામ ખુલતા પોલીસે તેમની વિરુધ્ધ પણ ગુન્હો દાખલ કરી ફરાર ઈસમોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.