રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠી તરફથી જિલ્લામાં જિલ્લામાં મિલ્કત સંબધિત/ પ્રોહીબીશનના ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઇગ્લીશ દારૂના ગુનામાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને મળેલ બાતમીનાં આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઈંગ્લીસ દારૂ વેચવાના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રમેશભાઇ ચોથાભાઇ કીહલા (રહે.હાલ માટેલ તા.વાંકાનેર જી.મોરબી મુળ ગામ સુદામડા તા.સાયલા જી.સુરેન્દ્રનગર) ઢુવા ચોકડીએથી પકડી પાડી ધોરણસકર કાર્યવાહી હાથ ધરેલ છે. આમ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમને નાસતો ફરતો આરોપી પકડી પાડવા સફળતા મળેલ છે. તેમજ પોકેટ કોપ મોબાઇલમાં સર્ચ કરતા આરોપી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન, થાનગઢ પોલીસ સ્ટેશન તથા સાયલા પોલીસ સ્ટેશનમાં અનેક વખત પ્રોહિબિશનનાં ગુન્હામાં પોતાનું નામ નોંધાવી ચુક્યો હોવાનું જણાઇ આવ્યું હતું.