મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ડી.વાય.એસ.પી. પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ તેમજ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.એ.જાડેજાએ મોરબી શહેરમાં બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાથી ચોરી કરેલ મોટર સાયકલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ.ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમને ખાનગીરાહે બાતમીદારો આધારે બાતમી મળેલ કે, લીલાપર ગામ તરફ થી શંકાસ્પદ નંબર પ્લેટ વગરના મોટર સાયકલ સાથે એક ઇસમ આવતો હોય જેથી હકિકત વાળો ઇસમ નંબર પ્લેટ વગરનુ મોટર સાયકલ લઇ નિકળતા તેની પાસે મોટર સાયકલના કાગળો માંગતા નહી હોવાનું જણાવતા પોકેટ કોપી સર્ચ કરતા સદરહુ મોટર સાયકલના માલીકનુ નામ સરનામુ અન્ય ઇસમને ખબર હોય જેથી મજકુર ઇસમને વિશ્વાસ લઇ પુછપરછ કરતા મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ હોનેસ્ટ હોટલના ગ્રાઉન્ડમાથી મોટર સાયકલ ચોરી કરેલાનું કબુલાત આપતા કાના વિશ્વનભાઇ પાઠક (રહે.આમહીયા શાસ્ત્રનીગાર જી.રીવા (એમ.પી.)) નામના આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.